મોરબી : બગથળા આંગણવાડીમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. પાયલબેન ડાંગર અને મીનાબેને તમામ બાળકોને યોગ કરાવી આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. આ વેળાએ બાળકો પણ યોગ દિવસની આ ઉજવણીમાં ઉત્સાહભેર સામેલ થયા હતા.