મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિર યોજાઈ

- text


મોરબી : આજ રોજ ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રીક્ટ જજ આર.જી.દેવધારા તથા ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ યોગ શિબિરમાં મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ન્યાયાધીશ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મહીડા સાહેબ, પંડ્યા સાહેબ તથા રાવલ સાહેબ, ખાન સાહેબ, ચંદાણી સાહેબ, ઇજનેર સાહેબ, કોર્ટ સ્ટાફ, વકીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ શિબિરને સફળ બનાવવા નામદાર ડિસ્ટ્રીકટ જજ આર.જી.દેવધારા તથા ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ તથા મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા અન્ય વકીલોઓએ હાજર રહી આ શિબિરનો લાભ લીધો હતો.

- text