હળવદમાં તાલુકા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો

- text


સાંસદ શિહોરા,ધારાસભ્ય વરમોરા સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા

હળવદ : યોગ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે જેને વિદેશમાં પણ ઓળખ મળી છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હળવદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી શહેરમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હળવદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરમા આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે કરવામાં આવેલ યોગ દિવસની ઉજવણીમા સાંસદ ચંદુભાઈ સિહોરા,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,યુવા મહામંત્રી તપનભાઈ દવેએ સહભાગી થઈ યોગાભ્યાસ કર્યો હતો.આ સાથે અધિકારીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

- text

- text