મોરબી ITI ખાતે સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પમાં નવયુગ સંકુલનાં છાત્રોએ ભાગ લીધો

- text


નવયુગ સંકુલ કોમર્સના વિદ્યાર્થીઓએ વિવિધ ગૃપની પ્રાયોગિક તાલીમ મેળવી

મોરબી: ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી દ્વારા તારીખ 18 અને 19 જૂન દરમ્યાન સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પમાં નવયુગ સંકુલ કોમર્સના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઇ-મોરબી ખાતે તાલીમ મેળવી હતી.

આ કેમ્પમાં વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ મળી રહે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ અંતર્ગત કોમ્પ્યુટર ટ્રેડ, ઇલેકટ્રીક ટ્રેડ, મિકેનિક ટ્રેડ, જેવા વિવિધ ગૃપની પ્રાયોગિક તાલીમ મેળવી હતી.

- text

આ કેમ્પમાં ઔધોગિક તાલીમ સંસ્થા મોરબી ITIના ફોરમેન ઈન્સ્ટ્રકર જે.એચ.હળવદીયા,આર.આર.ધાનજા તથા નવીન નકુમભાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આચાર્ય માયા પટેલ તેમજ સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરના સહયોગથી વિદ્યાર્થીઓએ સફળતા પૂર્વક કેમ્પ પૂર્ણ કર્યો હતો.

- text