સ્વચ્છતા અભિયાનમાં લોકોને જોડાવવા અપીલ કરીમોરબી : રાજકોટ રિજનલ કમિશનર મહેશ જાની આજે મોરબી નગરપાલિકાની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ રિજનલ કમિશનર તરીકે નિમણૂક થયા બાદ મોરબીની આ તેમની પ્રથમ મુલાકાત હતી. કલેક્ટર કે.બી. ઝવેરીના આમંત્રણને માન આપીને મોરબી આવેલા રિજનલ કમિશનર મહેશ જાનીએ સવારે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ મોરબી નગરપાલિકાની મુલાકાત લીધી હતી.રિજનલ કમિશનર મહેશ જાનીએ આજ રોજ મોરબી નગરપાલિકાની મુલાકાત દરમિયાન પ્રગતિમાં રહેલા કાર્યો અને પડતર કાર્યોની સમીક્ષા કરી હતી અને જરૂરી વહીવટી સૂચનાઓ આપી હતી. તેમણે નગરપાલિકા, સોલિડ વેસ્ટ સાઈટ, વોટર ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં જરૂરી સૂચનો કર્યા હતા. સોલિડ વેસ્ટનો નિકાલ 15 જુલાઈ સુધીમાં થાય તેવું સૂચન કર્યું છે. સાથે જ જ્યાં વધુ કચરો ભેગો થાય છે તેવા પોઈન્ટ શોધીને ત્યાં બ્યુટીફિકેશન કરવામાં આવે તેવું સૂચન ચીફ ઓફિસરને કરવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટો અને માર્કેટિંગ યાર્ડ જેવા સ્થળોએ જ્યાં વધુ કચરો ભેગો ન થાય અને શહેરની સ્વચ્છતા જળવાઈ તેવું સૂચન કર્યું હતુ અને મોરબીના નાગરિકોને પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.