વીરપર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદે સંગીતાબેન બાવરવાની વરણી

- text


મોરબી : વીરપર ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે સંગીતાબેન પ્રભુભાઈ બાવરવાની વરણી કરવામાં આવી છે. વીરપર ગ્રામ પંચાયતના જુના ઉપ સરપંચ મંજુલાબેન અજરામભાઈ મુન્દડીયાએ ઘરકામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે વીરપર ગ્રામ પંચાયતના તમામ સભ્યોની હાજરીમાં સરપંચના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. બેઠકમાં ઉપ સરપંચ પદે સંગીતાબેન બાવરવાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- text

- text