ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતિમાં વાંકાનેર ખાતે ઉજવ્યો યોગ દિવસ

- text


 

વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આજે ટાઉન હોલ ખાતે વાંકાનેર નગરપાલિકા દ્વારા આયોજિત યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈને યોગાભ્યાસ કર્યો હતો.

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર ટાઉન હોલ ખાતે યોગ કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે, તણાવમુક્ત અને તંદુરસ્ત જીવન માટે યોગ ઉત્તમ ઉપાય છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના ખૂણે-ખૂણે યોગના માહાત્મ્યને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી “સર્વજન સુખાય”ના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. યોગની આપણી પ્રાચીન પરંપરા આજે જનઆંદોલન બની છે. આ જનઆંદોલન સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની સોગાત લઈને આવી છે.

- text

- text