પુત્રવધૂને જીવતી સળગાવનાર સસરાને આજીવન કેદ

- text


હળવદના ઈશ્વરનગર ગામની ઘટનામાં મોરબી કોર્ટનો ચુકાદો

મોરબી : હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે વર્ષ 2018માં રસોઈ બનાવવામાં મોડું થતા સસરાએ પુત્રવધૂને માથામાં લાકડી ફટકારી કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાની ઘટનામાં મોરબી કોર્ટે આરોપી સસરાને પુત્રવધુની હત્યામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબી તાલુકાના રામગઢ ગામે માવતર ધરાવતા આશાબેનના લગ્ન હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ ભાડજા સાથે વર્ષ 2014માં થયા હતા મૃતક આશાબેન સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં ઈશ્વરનગર ગામે રહેતા અને અને તેમના પતિ વિનોદભાઈ ભાડજા હળવદ ખાતે બેટરીની દુકાન ધરાવતા હતા, દરમિયાન વર્ષ 2018માં બપોરના સમયે તેમના સસરા મગનભાઈ પરસોતમભાઇ ભાડજાએ આશાબેનને રસોઈ બનાવવામાં કેમ મોડું થયું તેમ કહી માથામાં લાકડી ફટકારી દઈ કેરોસીનનું ડબલુ રેડી દઈ દીવાસળી ચાંપી દેતા આશાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ આશાબેનને ડીડીમાં સમગ્ર બનાવને વર્ણવ્યો હતો. આ અંગેનો કેસ મોરબી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 20 મૌખિક, 37 દસ્તાવેજી અને એક બચાવપક્ષનો પુરાવી ધ્યાને લઈ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દલીલોને ધ્યાને લઈ આરોપી સસરા મગનભાઈ પરસોતમભાઇ ભાડજાને આજીવન કેદની સજા તેમજ 21 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text

- text