મોરબીમાં ઘરધણી અગાસીમાં સુવા ગયાને તસ્કરો હાથફેરો કરી ગયા

- text


નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં 1,67,300ની માલમતા ચોરાઈ

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં ઉનાળાની ગરમીના કારણે અગાસી ઉપર સુવા ગયેલા ઘરધણીને ઊંઘતા રાખી તસ્કરો ઘરના તાળા તોડી તિજોરી સાફ કરી નાખતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં રહેતા ફરિયાદી જયેશભાઇ દલપતભાઇ પરમાર ઉ.38 નામના શ્રમિકે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.20ના રોજ રાત્રીના સમયે તેઓ પરિવાર સાથે અગાસીમાં સુવા જતા પાછળથી અજાણ્યા તસ્કરોએ ઘરના તાળા તોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 1,67,300ની માલમતાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text