મોરબી : મોરબીમાં ઠેર-ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન 13 લોકોએ એક સાથે સ્વિમિંગ પુલમાં પાણીની અંદર યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં એકવા સ્વીમીંગ પુલમાં 13 લોકોએ એકસાથે 1 કલાક સુધી પાણીની અંદર વિશેષ યોગ કર્યા હતા. સામાન્ય રીતે યોગ જમીન ઉપર લોકો કરતા હોય છે. પરંતુ યોગનો એક પ્રકાર એકવા યોગ છે જે પાણીની અંદર કરવામાં આવે છે.