આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબી સબજેલ ખાતે યોગ સેશન યોજાયું

- text


મોરબી : આજે 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબી સબજેલ ખાતે ગુજરાત યોગ બોર્ડ સર્વે બંદિવાનો તેમજ જેલ સ્ટાફ દ્વારા સાથે મળીને યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા, સ્ટાફ તેમજ સર્વે બંદિવાનોએ યોગ સેશનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

છેલ્લા 100 દિવસથી રૂપલબેન શાહ દ્વારા મોરબી સબ જેલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવે છે. યોગ દ્વારા બંદિવાનોને માનસિક અને શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે તેમજ જેલ જીવન ચિંતામુક્ત પસાર કરે તે માટે મોરબી સબ જેલના સુધારાત્મકના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબર માત્ર 21 જૂન પૂરતું જ નહિ પરંતુ કાયમી ધોરણે ચાલુ રહે તેનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text