મોરબીમાં ડિસ કનેક્શનના બે ધંધાર્થી વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયા

- text


સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર દરોડો પાડ્યો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે વેજીટેબલ રોડ ઉપર દરોડો પાડી ડિસ કનેક્શનના બે ધંધાર્થીઓને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી 82 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વેજીટેબલ રોડ ઉપર લાભનગરની બાજુમાં મંદિર નજીક બાવળની ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો છપાવી ડીસ કનેક્શનનો ધંધો કરતા આરોપી વિજય ગોરધનભાઇ દેગામા અને જયેશ જયંતીભાઈ માકાસણા રહે.ધરમપુર વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની અને મોટી 82 બોટલ કિંમત રૂપિયા 34,300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text