મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર માળીયા મિયાણા ત્રણ રસ્તા બ્રિજ નજીક રોડની સાઈડમાં બંધ પડેલા જીજે - 12 - સીટી - 7099 નંબરના ટ્રક ટ્રેઇલર પાછળ જીજે - 12 - સીટી 3522 નંબરનો ટ્રક ઘુસી જતા ટ્રક ચાલક જયંતીભાઈ નથુભાઈ કોળી ઉ.42 રહે.રાતડીયા તા.નખત્રાણા જિલ્લો કચ્છ - ભુજ વાળાનું મૃત્યુ નિપજતા માળીયા પોલીસે ટ્રાન્સપોર્ટર યુવરાજસિંહ ભુરુભા ઝાલા રહે.મુન્દ્રા વાળાની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.