મોરબીમાં બાળકોના ઝઘડામાં મોટેરાઓ બાખડયા

- text


મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર શેરીમાં રમી રહેલા બાળકો વચ્ચે ઝઘડો થયા બાદ બાળકના માતાપિતાએ પાડોશી સાથે ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી માથામાં પથ્થર ફટકારી દેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર સ્વાતિપાર્કની બાજુમાં આવેલ શિવમ પાર્કમાં રહેતા મયુરસિંહ જોરુભા જાડેજાએ આરોપી રવિભાઈ મોહનભાઇ ગોહેલ તેમજ રવિભાઈના પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે શેરીમાં મયુરસિંહ અને રવિભાઈના બાળકો રમી રહ્યા હતા ત્યારે બાળકો વચ્ચે ઝઘડો થતા રવિભાઈએ આવેશમાં આવી જઈ પથ્થરનો છૂટો ઘા કરી માથામા ઇજાઓ પહોંચાડવાની સાથે ગાળાગાળી કરી દંપતીએ મયુરસિંહને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

- text

- text