એક સપ્તાહમાં ભાવ ડબલ થઇ ગયા, ચોમાસામાં હજુ વધવાની શક્યતામોરબી : લોકસભા ચૂંટણીમાં અબ કી બાર ચારસો કે પારના નારા બહુ ચાલ્યા બાદ આજકાલ મોરબીની શાક માર્કેટમાં અબ કી બાર ડબલ ભાવનો નારો ચાલી રહ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં શાકભાજીના ભાવમાં ભડકો નહીં પણ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ સર્જાતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે અને સામાન્ય-મધ્યમવર્ગના નાગરિકો લીલા શાકભાજી કે બટાટાને બદલે કઠોળના શાક બનાવી મોંઘવારી સામે રાહત મેળવી રહ્યા છે.મોરબીમાં છેલ્લા એક સપ્તાહથી શાકભાજીના ભાવ ભડકો નહીં પણ વિસ્ફોટ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, શાક માર્કેટમાં જે શાકભાજીના ભાવ એક મહિના પહેલા હતા તે છેલ્લા એક સપ્તાહમાં ડબલ થઇ ગયા છે . ગૃહિણીઓ શાકભાજી લેવા શાક માર્કેટ જાય છે પણ ભાવ સાંભળીને પરત આવી જાય છે અથવા એક કિલોગ્રામ શાકભાજી લેવાની જગ્યાએ 250 ગ્રામ શાક લઈને પરત આવી જાય છે. પહેલા જે ભાવે એક કિલોગ્રામ શાકભાજી આવતું હતું તે આજના ભાવે માંડ અઢીસો ગ્રામ જ આવી રહ્યું છે.મોરબીના ગૃહિણી શિલ્પાબેન દવે જણાવે છે કે, અમારે ચાર વ્યકતિના પરિવારમાં બન્ને દીકરીઓ માટે અને પતિ માટે દરરોજ અલગ અલગ શાક બનાવતા હતા પરંતુ હાલના શાકભાજીના ભાવ જોતા ઘરના તમામ સભ્યો માટે માત્ર કે જ શાકભાજી બનાવવાની સાથે હાલમાં કેરીની સીઝન હોવાથી મોંઘા શાકભાજી જમવાને બદલે ક્યારે કઠોળના શાક બનાવી મોંઘવારી સામે લડવું પડી રહ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.તડકાના કારણે શાકભાજી ઓછું આવે છે - વેપારીમોરબીના શાકભાજીના વેપારી રવજીભાઈએ જણાવ્યું હતું કે હાલ તડકા પડતા હોવાથી ઉપરથી શાકભાજી ઓછું આવે છે પરિણામે શાકભાજી મોંઘા થયા છે. હાલ મોરબીની શાક માર્કેટમાં લોકલ 25 ટકા અને બાકીનું શાકભાજી રાજકોટ, સુરત સહિતના બહારના શહેરમાંથી શાકભાજી આવે છે. જો કે, રવજીભાઈએ આગામી ચોમાસાની સીઝનમાં હજુ પણ શાકભાજીનો ઉતારો ઓછો આવવાને કારણે હજુ ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી.શાકભાજી પહેલાના ભાવ - આજના ભાવબટાટા 20 - 40ટમેટા 50 - 80રીંગણાં 80 -100ગુવાર 100 -150ભીંડો 60 - 120કારેલા 60 - 100વટાણા 100 - 200ડુંગરી 20 - 50દૂધી 50 - 80મરચા 50 - 100ચોરી 100 -200કાકળી 30 -80મેથી 100 - 200ફુલાવર 50 - 100કોબીચ 25 - 60લીલી ડુંગરી 80 -120લીંબુ 80 - 120