મોરબીમાં વિદેશી દારૂની પાંચ બોટલ સાથે 3 શખ્સો પકડાયા

- text


સીટી એ ડિવિઝન અને સીટી બી ડિવિઝન પોલીસના અલગ અલગ ત્રણ દરોડા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન અને સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ત્રણ દરોડા પાડી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નાની બજાર પાસેથી કાલિકા પ્લોટમાં રહેતા આરોપી સિકંદર ઉર્ફે સિકલો રજાકભાઈ બ્લોચ નામના શખ્સને વાઈટ લેસ વોડકા બ્રાન્ડ વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપીયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બી ડિવિઝન પોલીસે ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીકથી આરોપી દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજાને બલેન્ડર્સ પ્રાઇડ દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1700 સાથે તેમજ મહેન્દ્રનગર ચોકડી નજીકથી આરોપી જયપ્રકાશ કાંતિલાલ ભઠર રહે.રામકૃષ્ણનગર મોરબી વાળાને મકડોવેલ નંબર વન દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text