ધો.8નાં વિદ્યાર્થીઓને શાળા દ્વારા ભેટ આપી માનભેર વિદાય આપવામાં આવી

- text


નાની બરાર તાલુકા શાળામાં વિદાય સન્માન સમારોહ યોજાયો

માળિયા (મિ.) : નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત શાળાના બાળકો દ્વારા વિદાય ગીત અને ડાન્સ દ્વારા એમના મોટા ભાઈ બહેનને વિદાય આપવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા વિદાય લઈ રહેલા દરેક બાળકોને ભેટ સ્વરૂપે ફોલ્ડર ફાઈલ આપવામાં આવી હતી.

ધોરણ 8ના બાળકોએ શાળા સમયના પોતાના સંસ્મરણો વાગોળ્યા અને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. વિદ્યાર્થી તરફથી શાળાને સુંદર મજાની બે ભેટ અર્પણ કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવાઈ હતી.

- text

શાળાના બાળકોમાં નિયમિતતાનો ગુણ વિકસે એ હેતુસર નવી પહેલ કરતા આખા વર્ષ દરમિયાન પોતાના વર્ગમાં સૌથી વધુ દિવસ હાજર રહેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની નિયમિતતામાં વાલીઓનો પણ પૂરો સહકાર હોય છે. તેથી વિદ્યાર્થી સાથે એમના વાલીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે શાળા પરિવાર તરફથી બધા બાળકોને પૂરી, શાક અને શીખંડનું ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું.

- text