નાની બરાર તાલુકા શાળાની વિદ્યાર્થિની NMMS પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ

- text


માળિયા (મિ.) : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે. જેમાં માળિયા તાલુકાની નાની બરાર તાલુકા શાળાની વિદ્યાર્થિની દેવાંગીબેન મહેશભાઈ ડાંગરે મેરિટમાં સ્થાન મેળવી તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. દેવાંગી ડાંગરે આ પરીક્ષામાં 128 માર્ક્સ સાથે તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. જે બદલ એમના માર્ગદર્શક શિક્ષક રાકેશભાઈ ફેફર અને શાળા પરિવાર દ્વારા દેવાંગીને અને આ પરીક્ષા પાસ કરનાર શાળાના અન્ય વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે.

- text

- text