વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘસવારી

- text


વાંકાનેર, વઘાસીયા અને માટેલમાં ઝરમર ઝરમર વરસતો મેહુલિયો

વાંકાનેર : વાંકાનેર પંથકમા શુક્રવારના શુકન બાદ આજે શનિવારે પણ મેઘરાજાએ ઝરમર ઝરમર હેત વરસાવતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા હતા. આજે શનિવારે બપોર બાદ વાંકાનેર અને આજુબાજુના 15થી 20 કિલોમીટર વિસ્તારમાં મેઘરાજે હેત વરસાવ્યું હતું.

રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે શુક્રવારે વાંકાનેરથી ઢૂવા સુધી જોરદાર ઝાપટા વરસ્યા બાદ આજે શનિવારે વાંકાનેર શહેર ઉપરાંત વઘાસીયા ટોલનાકા, માટેલ સહિતના વિસ્તારમાં 15થી 20 મિનિટ સુધી ઝરમર ઝરમર મેહુલિયો વરસ્યો હતો. ચોમાસાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ વાંકાનેર ઉપર હેત વરસાવતા ધરતીપુત્રો ખુશખુશાલ બન્યા હતા.

- text

- text