મોરબીમાં 21 જૂનના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે

- text


અધિક કલેક્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ બેઠક

મોરબી : આંતરાષ્ટ્રીય યોગ દિવસની મોરબી જિલ્લામાં ઉજવણી સંદર્ભે જરૂરી તમામ આનુષંગિક વ્યવસ્થાઓ માટે જિલ્લા વહિવટી તંત્રના સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. ત્યારે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના તેમજ તાલુકા, નગરપાલિકા અને ગ્રામીણ કક્ષાએ યોજાનાર કાર્યક્રમો અનુસંધાને સ્ટેજ, મંડપ, બેઠક વ્યવસ્થા, આમંત્રણ કાર્ડ, સાઉન્ડ સિસ્ટમ, ટ્રાફિક નિયમ અને પાર્કિંગ, સફાઈ, દિવ્યાંગ માટેની વ્યવસ્થાઓ, પીવાના પાણી સહિતની આનુષંગિક વ્યવસ્થાઓ કરવા માટે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વિશ્વ યોગ દિવસની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમની સાથે તમામ તાલુકા કક્ષાએ અને નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આઈકોનિક પ્લેસ તરીકે મોરબીમાં મણીમંદીર ખાતે પણ યોગ દિવસ અંતર્ગત સવિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

- text

- text