હળવદ : કાર અડફેટે બાઈક સવાર દંપતીનું મોત

- text


પતિ-પત્ની હળવદ થી પરત પોતાના ગામ ટીકર જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત

હળવદ : આજે બપોરના સમયે હળવદ તાલુકાના જુના અમરાપર પાસે હળવદ થી ટીકર બાઈક લઈ જઈ રહેલ દંપતીને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં બનાવ સ્થળે લોકોના ટોળા ઉંટી પડ્યા હતા.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમાર કોઈ કામ બાબતે હળવદ આવ્યા હતા અને હળવદ થી પરત પોતાના ગામ ટીકર બાઈક લઇ જઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે જુના અમરાપર નજીક બાઇકને અડફેટ લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- text

આ અકસ્માતમાં ઘટના સ્થળે જ અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનું મોત નીપજ્યું હતું. બીજી તરફ અકસ્માતના બનાવને પગલે ઘટનાની જાણ પરિવારજનોને તેમજ આજુબાજુના ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. હાલ બંને મૃતકો ની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text