18 જૂનથી ખેડૂતો ખેતીવાડી વિભાગની સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ પર કરી શકશે અરજી

- text


 www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર કરી શકાશે અરજી

મોરબી : ખેડૂતો ખેતીવાડી વિભાગની સહાયનો લાભ લઇ શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ આઇ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના હેઠળ ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. તે માટેની પ્રક્રિયા આગામી 18 જૂન 2024થી આઇ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત વર્ષ 2024-25 માટે (1) સ્માર્ટ ફોન પર સહાય યોજના, (2) પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને (3) પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજના માટે અરજીઓ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર તા. 18-6-2024ના રોજ શરૂ કરવામાં આવશે. 18 જૂનથી દિન-7 માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હખેડૂતએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યુંછે.

- text

- text