વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક દેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે વઘાસિયા ટોલનાકા નજીકથી બાતમીને આધારે શંકાસ્પદ રીતે પસાર થતી જીજે – 03 – જેસી – 5544 નંબરની આઈ ટવેન્ટી કાર અટકાવી તલાશી લેતા કાર ચાલક આરોપી શૈલેષ રાજાભાઈ સિંહોરા રહે.કોરડા, તા.ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર વાળાંના કબ્જામાંથી 150 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3000 મળી આવતા કાર સહિત 2,03,000નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી..

- text