હળવદની સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે કેન્સરનાં નિદાન સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

- text


આ કેમ્પમાં કુલ 253 દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું

હળવદ : જિલ્લા વિકાસ અધિકારી મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ તથા GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ દ્વારા આજે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં નિષ્ણાંત કેન્સર રોગનાં ડોક્ટર દ્વારા કુલ 253 દર્દીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું, જેમાં ઓરલ કેન્સર અંગેની કુલ 138 તથા બ્રેસ્ટ કેન્સર અંગેનું કુલ 74 અને સર્વાઈકલ કેન્સરનાં કુલ 51 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું, આ સ્ક્રીનીંગમાંથી ઓરલ કેન્સરનાં 24, બ્રેસ્ટ કેન્સરનાં 15, અને સર્વાઈકલ કેન્સરનાં 30 દર્દીઓને રીફર કરવામાં આવ્યા છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર હળવદ, એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, હળવદ તાલુકા સુપરવાઈઝર તથા અન્ય આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text

- text