મોટાભાઈને જમવા બોલાવવા ગયેલ બહેનને મોત મળ્યું 

- text


મોરબીના બેલા નજીક કન્વેયર બેલ્ટમાં આવી જતા સગીરાનું મૃત્યુ 

મોરબી : મોરબીના બેલા ગામ નજીક કોલસાના ડેપોમાં કામ કરતા ભાઈને જમવા માટે બોલાવવા ગયેલ બહેનના વાળ કન્વયેર બેલ્ટના મશીનમાં આવી જતા સગીર બહેનનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં પીપળી-જેતપર રોડ ઉપર આવેલ શિવાય કોલ કોર્પોરેશન નામના કારખાનામાં કામ કરતા રવિભાઇ કિલારીયા જમરે નામના યુવાનની નાની બહેન રંગીતા કિલારીયા જમરે ઉ.15 નામની સગીરા પોતાના ભાઈને જમવા બોલાવવા માટે ગઈ હતી ત્યારે અકસ્માતે સગીરાના માથાના વાળ કન્વયેર બેલ્ટમાં આવી જતા માથાના ભાગે ઇલેક્ટ્રિક મોટરની પુલી અથડાતા ગંભીર ઈજાઓ પહોંચતા સગીરાનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text