મોરબીમાં સડક છાપ રોમીયોએ દીકરીને હેરાન કરી મુકતા પોલીસ ફરિયાદ 

- text


સ્કૂલેથી છૂટી ઘેર આવતા સમયે સતત પીછો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા ફરિયાદ નોંધાઈ 

મોરબી : મોરબીમાં શાળા કોલેજો આજુબાજુમાં પડ્યા પાથર્યા રહેતા રોડ રોમિયોના ત્રાસને નિવારવા માટે અવાર નવાર પોલીસ ઝુંબેશ રૂપે કામગીરી કરતી હોવા છતાં સડકછાપ રોડ રોમિયો દીકરીઓની છેડતી અને હેરાનગતિ કરતા હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા આવા જ એક રોડ રોમીયોએ દીકરીને હેરાન પરેશાન કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

મોરબીના પંચાસર રોડ વિસ્તારમાં રહેતી સીધા સાદા પરિવારની દીકરી દરરોજ સ્કૂલથી ઘરે આવે ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતો સડકછાપ રોમિયો સુજલ ચંદુભાઇ પાંચોટીયા નામનો શખ્સ છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી એક્ટિવા લઈ પીછો કરી દીકરીને ધરાર વાત કરવા તેમજ પરિવારજનો સાથે વાત કરવા દબાણ કરી ત્રાસ આપતો હોવાની સાથે દીકરીને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે અંતે દીકરીના પરિવારજનોએ મોરબી સીટી એ ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની ભારેખમ કલમો મુજબ સડકછાપ રોમીઓ સુજલ ચંદુ પાંચોટિયા વિરુદ્ધ ગુન્હો નોંધી રોમિયોગીરનું ભૂત ઉતારવા તજવીજ શરૂ કરી છે.

- text