મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ભીમ અગિયારસના તહેવાર પૂર્વે જ જુગારની મોસમ ખુલી હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી અને વાંકાનેર પોલીસે જુગારના બે અલગ - અલગ દરોડામાં પાંચ જુગારીઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા.જુગાર અંગેના પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે વાવડીરોડ ઉપર કપીલા હનુમાન પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ બટુકલાલ પારેખ, જાવેદશા રસુલશા શામદાર અને સલીમભાઇ હાજીભાઇ સુમરાને રોકડા રૂપિયા 1570 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે વાંકાનેર સીટી પોલીસે ધમલપર ગામે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી વિરાજભાઇ મનસુખભાઇ સેટાણીયા અને સાગરભાઇ જગદિશભાઇ સુરેલાને રોકડા રૂપિયા 4150 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.