માળીયા મિયાણા નજીક જુગાર રમતા સાત પકડાયા

- text


મોરબી : માળીયા મિયાણા નજીક આવેલ માધવ હોટલની પાછળ ચાર નંબરની વાંઢ તરીકે ઓળખાતી ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડી જાહેરમાં તિનપતિ રમી રહેલા આરોપી (૧) હૈદરભાઈ ખીમાભાઈ માણેક (૨) સલેમાનભાઈ આમદભાઈ જામ (૩) રહેમાનભાઈ દાઉદભાઈ મોવર (૪) અસરફભાઈ અલીયાસભાઈ માલાણી (૫) નુરાલીભાઈ અલીયાસભાઈ માલાણી (૬) અલ્તાફભાઈ અબ્દુલભાઈ માલાણી અને (૭) જુમાભાઈ કરીમભાઈ સેડાતને રોકડા રૂપિયા ૧૦,૪૩૦ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text