પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘૂટું ખાતે 13મીએ કેન્સર નિદાન કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અન્વયે ગુજરાત કેન્સર & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી તારીખ 13-6-2024ને ગુરુવારના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘૂટું ખાતે સવારે 10 થી 2 કલાક દરમિયાન કેન્સર સ્કિનિગ અને નિદાન કેમ્પ યોજાશે.

- text

આ કેમ્પમાં ઓરલ કેન્સર ,ગર્ભાશયના મુખનું કેન્સર તથા સ્તન કેન્સરનું નિદાન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં લાભાર્થીઓએ લાભ લેવા માટે તાલુકા હેલ્થ ઓફીસ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text