લાઈનસ ક્લબ ઓફ ભારત- મોરબી દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈ યોજાઈ

- text


મોરબી : પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લાઈનસ ક્લબ ઓફ ભારત- મોરબી દ્વારા 10 જૂન ને સોમવારના રોજ વેસ્ટમાંથી બેસ્ટ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હરીફાઈમાં મોરબીના બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બધા બહેનોએ ખુબ સરસ વસ્તુઓ બનાવી હતી. આ કાર્યક્રમમાં જજ તરીકે પ્રફુલાબેન કોટેચા અને નિમિષાબેન ખન્નાએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં વિજેતા થયેલા બહેનોને શિલ્ડ અને ઇનામો નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તરફથી આપવામાં આવ્યા હતા. આ સાથે ભાગ લેનાર દરેક સ્પર્ધકને ક્લબ દ્વારા સર્ટિફિકેટ અને ગિફ્ટ વાઉચર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મેમ્બરોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text