હળવદના જુના દેવળીયામાં ત્રણ ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો

- text


પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ : ગૌરક્ષકોએ પ્રાથમિક સારવાર આપી

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ત્રણ ગૌવંશ ઉપર કોઈ અજાણ્યા નરાધમ શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા દર્દથી કણસતા ત્રણેય ગૌવંશની ગામના સ્થાનિક ગૌરક્ષકો દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.સાથે જ ગૌ પ્રેમી યુવાનો દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે પોલીસ દ્વારા મૂંગા પશુઓ પર હુમલો કરતા તત્વો પર કડક કાર્યવાહી કરે જેથી આવતા દિવસોમાં હુમલાના બનાવો અટકી શકે.

- text

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામમાં આજે સવારે એક ગૌમાતા અને બે નંદી પર કોઈ અજાણે શખ્સો દ્વારા રાત્રીના સમયે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણેય ગૌવંશ ગામ લોકોના ધ્યાને આવતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.સાથે જ આ બનાવને પગલે બજરંગ દળના ગુજરાત પ્રદેશના સંયોજક ભાવેશભાઈ ઠક્કર પણ જૂના દેવળીયા ગામે દોડી ગયા હતા અને વધુ સારવાર જણાય તે ગૌવંશને હળવદની શ્રીરામ ગૌશાળા ખાતે લાવવાની કામગીરી હાથ ધરી હતી.સાથો સાથ આ ગંભીર બનાવ મામલે પોલીસ કડક પગલાં ભારે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

- text