આજે રામપ્રસાદ બિસ્મિલની જન્મજયંતિ : તેમણે કાકોરી કાંડમાં ફાંસીના માંચડે ચડીને માત્ર 30 વર્ષની વયે બલિદાન વહોરી લીધુંમોરબી :'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ,દેખના હૈ જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ'આ પંક્તિઓ ઘણીવાર સાંભળી હશે, પણ જાણો છો એની રચના કોણે કરી હતી? એના રચનાકાર છે ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ. આજે રામપ્રસાદ બિસ્મિલની જન્મજયંતિ છે. તેઓ ભારતીય ક્રાંતિકારી હતા. તેમણે વર્ષ ૧૯૧૮ના મેનપુરી ષડયંત્ર તથા વર્ષ ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને બ્રિટીશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા, જ્યાં તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી લિખિત સત્યાર્થ પ્રકાશથી પ્રભાવિત થયા હતા. આર્ય સમાજના પ્રચારક અને તેમના ગુરુ સ્વામી સોમદેવના માધ્યમથી તેઓ લાલા હરદયાળ સાથે ગુપ્ત પરિચય ધરાવતા હતા.બિસ્મિલ સ્વાતંત્ર્ય સેનાની હોવાથી સાથોસાથ તેઓ દેશભક્ત કવિ પણ હતા. તેમણે રામ, અજ્ઞાત તેમજ બિસ્મિલ ઉપનામથી તેમણે હિન્દી તથા ઉર્દૂમાં કવિતાઓ લખી હતી. જે પૈકી તેઓ બિસ્મિલ તરીકે વધુ જાણીતા થયા. તેઓ ક્રાંતિકારી સંગઠન હિંદુસ્તાન રિપબ્લીક એસોસિયેશનના સંસ્થાપક સદસ્યો પૈકી એક હતા. ભગતસિંહે હિંદી અને ઉર્દૂ કવિ તરીકે તેમની પ્રશંસા કરી હતી. બિસ્મિલે અંગ્રેજી પુસ્તક કેથરીન અને બંગાળી પુસ્તક બોલ્શેવિકોકી કરતૂતનો અનુવાદ પણ કર્યો હતો.તેમનો જન્મ ૧૧ જૂન, ૧૮૯૭ના રોજ ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. એમના પિતા મુરલીધર, શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. બિસ્મિલને હિન્દી ભાષા તેમના પિતા તરફથી શીખવા મળી, જ્યારે ઉર્દૂ ભાષાનું જ્ઞાન તેમણે મૌલવી પાસેથી મેળવ્યું હતું. પિતાની મરજી વિરુદ્ધ તેમને અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આર્ય સમાજ સાથે પણ જોડાયા હતા. ૧૮ વર્ષની વિદ્યાર્થી આયુમાં તેમણે ક્રાંતિકારી લાલા હરદયાળના સહયોગી તથા વિદ્વાન, પરમાનંદની મોતની સજા વિશે સાંભળ્યું. આ સમય દરમિયાન તેઓ નિયમિત આર્ય સમાજના મંદિરે જતા. ત્યાં તેમની મુલાકાત પરમાનંદના મિત્ર સોમદેવ સાથે થઈ. મોતની સજા વિશે સાંભળ્યા બાદ તેમણે હિંદી ભાષામાં રચેલી કવિતા મેરા જન્મ સોમદેવને વંચાવી. આ કાવ્ય સમગ્ર ભારત પરથી બ્રિટીશ નિયંત્રણ હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવતું હતું.ક્રાંતિકારી પ્રવૃત્તિઓયુવાવસ્થાથી જ તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયેલાં હતા. બિસ્મિલે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને ક્રાંતિકારી સંગઠન હિંદુસ્તાન રિપબ્લીક એસોસિયેશનની સ્થાપના કરી, જે પાછળથી હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લીક એસોસિયેશન નામથી જાણીતું થયું. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ સશસ્ત્ર કાંતિ દ્વારા ભારતને સ્વરાજ અપાવવાનો હતો. હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય તરીકે સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા. ફાળો મુખ્યત્ત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો. તેઓ વર્ષ ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં સામેલ હતા. આ ઉપરાંત, બીચપુરી અને મેનપુરી ષડયંત્રમાં પણ સામેલ હતા.૯ ઓગસ્ટ, ૧૯૨૫ના દિવસે થયેલા કાકોરી કાંડના સંદર્ભે તેમના પર કેસ ચાલ્યો અને કેસની સુનાવણી બાદ બિસ્મિલ, અશફાક ઊલ્લા ખાન, ઠાકુર રોશનસિંહ, રાજેન્દ્રનાથ લાહિડી સહિતનાને ફાંસીની સજા થઈ અને ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭ના દિવસે ગોરખપુરની જેલમાં રામપ્રસાદ બિસ્મિલને ફાંસી આપી દેવામાં આવી હતી અને તેમને માત્ર 30 વર્ષની વયે ભારત માતાની આઝાદી ખાતર બલિદાન વહોરી લીધું હતું.રામપ્રસાદ બિસ્મિલની કવિતાઓ1.मेरा रंग दे बसंती चोलाइसी रंग में गांधीजी ने, नमक पर धावा बोला, मेरा रंग दे बसंती चोला.इसी रंग में वीर शिवा ने मां का बंधन खोला, मेरा रंग दे बसंती चोला.2. તેમણે અશફાકને લખેલા પત્રના અંતમાં શેર લખ્યો હતો કે.. 'असगर रहीम इश्क में हस्ती ही जुर्म है,रखना कभी न पांव यहां सर लिए हुए।'3. અંતિમ કવિતા :मिट गया जब मिटने वाला फिर सलाम आया तो क्या,दिल की बर्बादी के बाद उनका पयाम आया तो क्या?मिट गईं जब सब उम्मीदें मिट गए जब सब ख़याल,उस घड़ी गर नामावर लेकर पयाम आया तो क्या?ऐ दिले-नादान मिट जा तू भी कू-ए-यार में ,फिर मेरी नाकामियों के बाद काम आया तो क्या?काश! अपनी जिंदगी में हम वो मंजर देखते,यूँ सरे-तुर्बत कोई महशर-खिराम आया तो क्या?आख़िरी शब दीद के काबिल थी ‘बिस्मिल’ की तड़प,सुब्ह-दम कोई अगर बाला-ए-बाम आया तो क्या?”