12 જૂને મોરબીના ચિત્રકૂટ ફીડર હેઠળના વિસ્તારમાં વીજ કાપ રહેશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 12 જૂન ને બુધવારના રોજ મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતા ચિત્રકૂટ ફીડરમાં સમારકામ કરવાનું હોય સવારે 7 વાગ્યા થી બપોરે 12-30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

ચિત્રકૂટ ફીડર હેઠળના નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલ, જૂની નવી રેલ્વે કોલોની, સ્ટેશન રોડ, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, જૂના બસસ્ટેન્ડ, ઘાંચી શેરી, જૂના મહાજન ચોક, નાગર પ્લોટ, ચાર ગોડાઉન, કુલી નગર 1/2, રોહીદાસપરા તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text