હળવદમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા પતિએ પત્નીની છરીના ઘા ઝીંકી કરી હત્યા

- text


બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી

હળવદ : હળવદ શહેરમાં આવેલા ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આજે વહેલી સવારે બેનના ઘરે આવેલા પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગત અનુસાર, હળવદ શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા મનિષાબેનના સસરા બીમાર રહેતા હોય જેથી તેઓની ખબર અંતર પૂછવા મનિષાબેનની નાની બહેન મદીનાબેન યુનુસભાઈ બલોચ (હાલ રહે. મોરબી, વીસીપરા) ગઈકાલે સોમવારે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં તેઓની બેનના ઘરે આવ્યા હતા. સાંજના સમયે મદીનાબેનના પતિ યુનુસભાઈ પણ મોરબીથી ભવનગરમાં આવ્યા હતા. આ દરમ્યાન આજે સવારે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ યુનુસ ભાઈએ મદીનાબેનને ગળાના ભાગે તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંકી દઈ હત્યા કરી નાસી છૂટ્યો હતો.

- text

આ હત્યાના બનાવના પગલે આજુબાજુમાં રહેતા લોકોના ટોળા બનાવ સ્થળે એકઠા થયા હતા. આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના જવાનો તાત્કાલિક ઘટનાને દોડી આવી હતી. અને મૃતદેહને કબ્જે લઇ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે હાલ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

- text