મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી એક યુવતીની લાશ મળી આવી છે. જેની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ગિરનારી આશ્રમની સામે કેનાલના પુલની નીચેથી એક અજાણી યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની ઉપર અંદાજે 25થી 30 વર્ષ જેટલી છે. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને હોસ્પિટલ મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.