મોરબી : કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે પાનની આગળ, રાધા પાર્કનાં ગેઇટ પાસે, મીરાં પાર્કની સામે, વાવડી રોડ ખાતે પંજાબી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક માટે એકદમ ઠંડી ફુદીનો, સેકેલુ જીરું પાવડર, કોથમીર તથા મસાલો નાખીને તૈયાર કરેલી પંજાબી છાસ વિતરણ કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.