13 જૂને નાની વાવડી ગામે ભવાઈનો કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : નાની વાવડી ગામે આગામી તારીખ 13 જૂન ને ગુરુવારના રોજ ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાની વાવડી ગામે રામાપીરના મંદિર પાસે ગૌ ધણ ચોક ખાતે રાત્રે 9 કલાકે વેજલપરનું પ્રખ્યાત મંડળ દ્વારા ભવાઈનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં નાયક મહેન્દ્રભાઈ અને પ્રફુલભાઈ સહિત 24 કલાકારો વેશભૂષામાં સજ્જ થઈને ભવાઈ રજૂ કરશે. તો આ કાર્યક્રમ નિહાળવા સર્વેને આમંત્રણ પાઠવાયું છે.

- text