મોરબીમાં અજાણી યુવતીની લાશ મળતા ઓળખ આપવા અપીલ

- text


કેનાલ રોડ ઉપરથી મૃતદેહ મળી આવ્યા બાદ હજુ પણ ઓળખ નથી મળી

મોરબી : મોરબી શહેરના કેનાલ રોડ ઉપર કલાસીક પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ મચ્છુ કેનાલના બ્રીજ નીચેથી ગત તા. 10ના રોજ અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યા બાદ હજુ સુધી આ યુવતીની ઓળખ ન મળી હોય પોલીસે અજાણી યુવતી અંગે માહિતી આપવા જાહેર અપીલ કરી છે.

- text

મોરબીના કલાસીક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના બ્રિજ નીચેથી આશરે – 25 થી 30 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મધ્યમ બાંધાની રંગે ઘઉં વર્ણી અને ઉંચાઈ આશરે 5 ફૂટ છે. આ યુવતીએ શરીરે લાલ કલરનું ડીઝાઇન વાળુ બ્લાઉઝ તથા સફેદ કલરનુ ડિઝાઇન વાળો ચણીયો અને કેસરી કલરની સાડી પહેરી છે. મહિલાના જમણા હાથે કોણી પાસે વીંછીનું ચિત્ર ત્રોફાવેલુ છે. અને ડાબા હાથ ઉપર હિન્દીમાં સુનિલા ભુરૂભાઇ તથા મોરનું ચિત્ર ત્રોફાવેલુ છે. સ્ત્રીએ બન્ને હાથમાં લાલ કલરની બંગળી પહેરેલી છે. આ મહિલાની લાશ ફૂલી ગયેલી હાલતમાં મળી આવી છે. જો યુવતીના કોઇ વાલીવારસ અંગે જાણકારી હોય તો મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મોરબી શહેર ફોન નંબર 02822 -230188 અથવા મોબાઈલ નંબર- 9429007047,  અથવા 9879136336 ઉપર જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

 

- text