ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

- text


પ્રમુખ પદે રુચિરભાઈ કારિયા અને ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પીલાણાએ શપથ લીધા

મોરબી : ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીના વર્ષ 2024-25 માટે પ્રમુખ તથા તેમની ટીમનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. ગત તારીખ 8 જૂન ને શનિવારના રોજ કમ્ફર્ટ રિસોર્ટ (વિરપર), મોરબી ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શપથ ગ્રહણ સમારોહમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ- મોરબીના પ્રમુખ તરીકે રુચિરભાઈ કારિયા, ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પીલાણા, અશોકભાઈ જોશી, હસમુખ સોરીયા, સેક્રેટરી કે.સી.મહેતા, સેક્રેટરી જીતેન દોશીએ શપથ લીધા હતા. તેમજ તાત્કાલિક પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ દોશીએ I.P.P. તરીકે તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટર હર્ષદ ગામી, ઘનશ્યામ અધારા, હંસાબેન ઠાકર, ધિમંતભાઈ શેઠે શપથ લીધા હતા.

ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન ઇ.લા. હિતેશભાઈ પંડ્યા, તથા વાઈસ નેશનલ ચેરમેન ઇ.લા. વનરાજભાઈ ગરૈયા, કો. ચેરમેન ઇ.લા. ધીમંતભાઈ શેઠની ઉપસ્થિતિમાં નેશનલ સેક્રેટરી વિજયાબેન કટારીયાએ શપથ ગ્રહણ કરી પુરોહિત તરીકે શપથ લેવડાવ્યા હતા.

આ તકે નવનિયુક્ત પ્રમુખ રુચિરભાઈએ જણાવ્યું હતું કે, ક્લબના માધ્યમથી વધુને વધુ સેવાના કાર્ય કરી મોરબી પંથકમાં જે નામ ક્લબનું છે તેમાં વધારો કરી ગૌરવ અપાવીશું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે RSS પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક ડો. જયંતીભાઈ ભાડેસિયા, પ્રદીપભાઈ વાળા તથા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રી ભોજન સાથે લઈ બધા છુટા પડ્યા હતા.

- text

- text