સેંકડો માણસોએ કામે લાગી 15 ટ્રેકટર ભરાઈ તેટલો કચરો-ભંગાર ઉસેડી લીધો મોરબી : મોરબી નગરપાલિકા ધારે તો બધું કરી શકે છે. તેનું જીવંત ઉદાહરણ આજે જોવા મળ્યું છે. અહીં રિજનલ કમિશનર આવવાના હોવાથી યુદ્ધના ધોરણે સાફસફાઈ હાથ ધરી કચેરીની સુરત ફેરવી નાખવામાં આવી છે.મોરબી પાલિકામાં આવતીકાલે તા.11ના રોજ રાજકોટ ઝોનની નગરપાલિકાઓના રીજનલ કમિશનર આવવાના હોય પાલિકા તંત્ર આજ સવારથી ધંધે લાગ્યુ છે. આજ સવારથી પાલિકામાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે . જેમાં પાલિકાના તમામ રૂમમાં જે વધારાનો કચરો છે તે દૂર કરવા તેમજ પાલિકાની પાછળ અને નવા બિલ્ડીંગ આસપાસ પડેલો કચરો અને ભંગાર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જાણવા મળતી વિગત મુજબ પાલિકાની આજુબાજુથી 15 જેટલા ટ્રેકટર કચરો કાઢવામાં આવ્યો છે. અને પાલિકા કચેરી કમિશ્નરને પાલિકા ચોખી ચણાક દેખાય તે માટે પાલિકાનો તમામ સ્ટાફ સવારથી કામે લાગી ગયો છે.