મોરબી : મોરબીના સમાજસેવી અને મંડપ સર્વિસના ધંધાર્થી જયદિપભાઈ બારાએ ઉનાળામાં ગૌમાતાને કેરીના રસનું જમણ કરાવ્યું હતું. જયદિપભાઈ બારાએ પરિવાર સાથે સાત સ્વરૂપ હવેલી ખાતે આવેલી બે ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌશાળામાં રહેલી આશરે 25 જેટલી ગૌમાતાને 200 કિલો કેરીનો રસ પિવડાવ્યો હતો અને પરિવાર સાથે ગૌમાતાના આશીર્વાદ મેળવ્યા હતા.