Morbi : રવાપર રોડ પર રસોઈ ટાણે જ ગેસ લાઈન બંધ કરી દેવાતા ગૃહિણીઓમાં દેકારો

- text


મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા જયરાજ પાર્ક પાસે ભુગર્ભ લાઈનના કામ માટે રસોઈ બનાવવાના સમયે જ ગેસ લાઈન બંધ કરી દેવાતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

મળતી વિગતો પ્રમાણે આજે રવાપર રોડ પર આવેલા જયરાજ પાર્ક પાસે ભુગર્ભ ગટર લાઈનનું કામ ચાલુ હોય બપોરે 11 વાગ્યાની આસપાસ રસોઈ બનાવવાના સમયે જ ગેસની લાઈન બંધ કરી દેવામાં આવી હતી. ભુગર્ભ ગટર લાઈનના ખોદકામ દરમિયાન થોડી ગેસ લાઈન તૂટી પણ ગઈ હતી. રસોઈ બનાવવાના સમયે જ ગેસ લાઈન બંધ કરી દેવાતાં એવન્યુ પાર્ક, જયરાજ પાર્ક અને બાપા સીતારામ ચોક સુધીની 10 થી 12 સોસાયટીમાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. આ અંગે રહીશ અનિલભાઈ ખારેચાએ જણાવ્યું હતું કે, 11 વાગ્યે ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવી છે જે હજું સુધી ચાલુ થઈ નથી. કસ્ટમર કેરમાંથી જવાબ મળ્યો છે કે હજુ બે થી ત્રણ કલાક પુરવઠો બંધ રહેશે. આમ રસોઈના સમયે જ ગેસ પુરવઠો બંધ કરી દેવાતા ગૃહિણીઓમાં રોષ જોવા મળ્યો છે.

- text

- text