મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા આધારિત કેનાલો પૈકી ધ્રાંગધ્રા બ્રાન્ચ, માળીયા બ્રાન્ચ, મોરબી બ્રાન્ચ કેનાલોમાં સમાવિષ્ટ વિસ્તારના ખેડૂતોને આગોતરા વાવેતર માટે પાણી આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સિંચાઇ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ધારાસભ્ય દુર્લભજીભાઈએ કરેલી રજૂઆત સફળ નીવડી છે.આ રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા નર્મદા કમાન્ડમાં સિંચાઇ માટે ૧૦૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નહેરોમાં આપવા મંજૂરી આપેલ છે અને બે દિવસમાં પાણી વિતરણ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયનો ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા તથા ખેડુતો તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા આવકારવામાં આવેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સિંચાઇ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કરેલ છે. તેમ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની યાદીમાં જણાવાયું છે.