રાત્રિના સમયે યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સર્જાયો અકસ્માતહળવદ : ગતરાત્રિના હળવદ તાલુકાના કેદારીયા ગામના પાદર માંથી પસાર થતા હાઇવે પર યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ એજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને યુવાનનો મૃતદેહ ઓળખાય નહીં તેવી હાલત કરી નાખી હતી. બીજી તરફ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહી મજૂરી કામ કરતા રૂપાભાઈ દોશુભાઈ સલાટ ઉંમર વર્ષ-37 ગત રાત્રીના ગામના પાદરમાંથી જ પસાર થતા અમદાવાદ-માળિયા હાઇવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા તે વેળાએ કોઈ અજાણ્યા વાહને રૂપાભાઈને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ અકસ્મા એટલો ગંભીર હતો કે રૂપાભાઈના મૃતદેહને ઓળખવો પણ મુશ્કેલ થઈ પડ્યો હતો.બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવી હાથ ધરી છે.