માળીયા મિયાણાના મોટા દહીંસરા ગામે 4 જુગારી પકડાયા

- text


માળીયા : માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના ઝાપા નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે દરોડો પાડતા જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી સામતભાઇ ભીખાભાઈ બાંભવા, પ્રભાતભાઈ બચુભાઈ ચાવડા, રમેશભાઈ ગગુભાઈ મૈયડ અને વેજાભાઈ નાગજીભાઈ વરૂ નામના જુગારીઓને રોકડા રૂપિયા 2850 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text