મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનના પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી કરાઈ

- text


મોરબી : મોરબી ફોટોગ્રાફર્સ એસોસિએશનની આજે 8 જૂનના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી.

- text

ફોટોગ્રાફર્સ એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મેહુલ સ્ટુડિયો વાળા મેહુલભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે ઉપ પ્રમુખ તરીકેની ચૂંટણીમાં RB સ્ટુડિયો વાળા રવિભાઈ અને TGR સ્ટુડિયો વાળા કુલદીપભાઈ એમ 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કુલ 240 મેમ્બરોમાંથી 209 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં કુલદીપભાઈ 46 મતે વિજેતા થતા તેઓ એસોસિએશનના ઉપપ્રમુખ બન્યા છે. સર્વે ફોટોગ્રાફર્સે પ્રમુખ મેહુલભાઈ અને ઉપ-પ્રમુખ કુલદીપભાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

- text