વાંકાનેરમાં ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા મામલે છરી વડે હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરમા ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા મામલે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ ઇકો ચાલક ઉપર છરી અને લાકડી વડે હુમલો કરતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જિનપરા જકાત નાકા નજીક નાસ્તો કરી ઇકોમાં બેઠેલા ફેજલભાઈ હુસેનભાઈ પીપરવાડિયા ઉપર આરોપી બાબુ સરૈયા અને અન્ય બે અજાણ્યા ઈસમોએ અગાઉ પેસેન્જર ભરવા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી કુંડલી વાળી લાકડી તેમજ છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text