મોરબીમાં નવા બનતા બિલ્ડીંગમાં સીડી ઉપરથી પટકાતા બાળકીનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલની બાજુમાં નવા બની રહેલા બિલ્ડીંગમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની શ્રમિક રાજુભાઇ ટીટીયાભાઈ પારગીની દોઢ વર્ષની પુત્રી સોનાક્ષી પ્રથમ માળે સીડી ઉપરથી રમતા – રમતા પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text