મોરબીના પૂર્વ નાયબ DPEOએ દોહિત્રીનો જન્મ થતાં વૃક્ષારોપણ કર્યું

- text


સી.સી. કાવરે શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં કરંજનું વૃક્ષ રોપ્યું

મોરબી : મોરબી જિલ્લાના પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવરના દીકરીના ઘરે દીકરીનો જન્મ થતાં નાના બનવાની ખુશીમાં શકત શનાળા પ્લોટ પ્રાથમિક શાળામાં પોતાના હસ્તે કરંજનું વૃક્ષ રોપી ખુશી વ્યક્ત કરી હતી. આ અગાઉ પણ એમને શકત શનાળા પ્લોટ શાળામાં વડનું વૃક્ષ વાવ્યું હતું, જે આજે ઘટાદાર બની ગયું છે. આ જોઈ સી.સી.કાવરે અત્યંત ખુશી વ્યકત કરી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

સી.સી.કાવર એક વૃક્ષપ્રેમી વ્યક્તિ છે. તેઓના કાર્યકાળ દરમિયાન અનેક શાળામાં અને જાહેર જગ્યાએ અનેક વૃક્ષો વાવી પ્રેરણા સ્ત્રોત બન્યા છે. સાથે જ પક્ષી પ્રેમી હોવાથી પક્ષીઓના માળા વિતરણ કરવા, પીવા માટેના કુંડાનું વિતરણ કરવું, યોગ્ય જગ્યાએ પહોંચે એ માટે તમામ વ્યવસ્થા પોતાની રીતે અને દાતાઓના સહયોગથી કરી પોતે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિમય રહી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિ દ્વારા આ સરાહનીય અને વંદનીય કાર્ય કરી રહ્યા છે.

- text

- text