મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં કુલીનગરમાં આવેલ રમેશ કોટન મિલમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી મોરબી એલસીબી ટીમે આરોપી શોભના નવઘણભાઈ હમીરપરા ઉ.37 નામની મહિલાને વાઈટલેસ વોડકા ઓરેન્જ ફ્લેવર બ્રાન્ડ વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.